ITBP સેન્ટરમાં રાખવામાં આવેલા 406 લોકો સ્વસ્થ થતાં રજા અપાઈ

2020-02-21 800

દિલ્હીના છાવલા સ્થિત આઈટીબીપી ઓબઝર્વેશન સેન્ટરમાં રાખવામાં આવેલા 406 ભારતીયોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે 1 અને 2 ફેબ્રુઆરીએ વુહાનથી પરત ફર્યા બાદ તમામને અહીં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ ભારત હવે સંપૂર્ણ રીતે કોરોનાવાયરસના સંક્રમણથી મુક્ત થઈ ગયું છે કેરળના સંક્રમિત ત્રણ વિદ્યાર્થીઓની સ્થિતિ સારી થઈ ગઈ છે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે બીજી તરફ ચીનમાં નોવેલ કોરોનાવાયરસ(કોવિડ-19)થી ગુરુવારે 118 લોકોના મોત થયા છે દેશમાં અત્યાર સુધીમાં મરનારાઓની સંખ્યા 2236 થઈ ગઈ છે 75,465 સંક્રમણના મામલાઓની પુષ્ટિ થઈ ચુકી છે

Videos similaires