અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ વિશે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે નવો ધડાકો કર્યો છે કે, મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' નામની કોઈ સંસ્થા યોજી રહી છે હવે આ 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' કોણ છે, તેના સભ્યોમાં કોનો સમાવેશ થાય છે અને આ કાર્યક્રમ પાછળ થનારા આશરે રૂ 100 કરોડથી પણ વધુનો ખર્ચ કોણ ભોગવશે તે બાબતે ઘેરું રહસ્ય પ્રવર્તી રહ્યું છે