વડોદરા: દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના પર્વ મહાશિવરાત્રીની વડોદરા શહેર-જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે શિવાલયો બમ્બમ્ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા હતા ડભોઇ તાલુકાના કરનાળી ખાતે નર્મદા નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મંદિરના દર્શન માટે સવારથી શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી આજે વહેલી સવારે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે આરતી અને વૈદિક પૂજા કરી હતી