રાજકોટ: રાજકોટ બેડી યાર્ડમાં મચ્છરોના ત્રાસથી આજે ચોથા દિવસે હડતાળ યથાવત છે યાર્ડ પાછળ આવેલી નદીમાંથી જળકુંભી દૂર કરવા સુરત મનપાનું ડી-વિડર મશીન ખાસ મંગાવવામાં આવ્યું હતું આજે સવારે મશીન આવી જતા નદીમાંથી જળકુંભી દૂર કરવાની કામગીરી હાથ ધરી છે શનિવારે યાર્ડના ચેરમેને ફરી વેપારીઓ અને મજૂરોની બેઠક બોલાવી છે યાર્ડના ચેરમેને સોમવારથી યાર્ડ શરૂ થશે તેવો દાવો કર્યો છે બીજી તરફ વેપારીઓની એવી માંગ છે કે પોલીસ દ્વારા જેની અટકાયત કરવામાં આવી હતી તે તમામના કેસ પાછા ખેંચવામાં આવે, જ્યારે યાર્ડનું દરરોજનું 8 કરોડનું ટર્ન ઓવર અટકી પડ્યું છે