ઓવૈસીની સભામાં મહિલાએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા, 14 દિવસની જેલ

2020-02-21 8,893

CAA-NRC ના વિરોધમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની રેલીમાં ગુરૂવારે હંગામો થયો હતો અહીં એક મહિલાએ સ્ટેજ પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા મહિલાનું નામ અમુલ્યા છે ત્યારબાદ મહિલાને મંચ પરથી નીચે ઉતારી દેવામાં આવી હતી દેશદ્રોહનો કેસ નોંધાયા પછી મહિલાને 14 દિવસ માટે જેલ મોકલી દેવામાં આવી છે જ્યારે ઓવૈસીએ કહ્યું છે કે, તેઓ પાકિસ્તાન ઝિંદાબાદ નારાનું સમર્થન નથી કરતાં આ મહિલાને સેવ કોન્સ્ટિટ્યૂશન નામની સંસ્થા તરફથી સ્ટેજ પર બોલાવવામાં આવી હતી સ્ટેજ પર પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવતા જ ઓવૈસી સહિત અન્ય લોકો તેનું માઇક પાછું લેવા આગળ વધ્યા હતા તેમ છતા તે મહિલા ત્યાં નારા લગાવતી રહી હતી ત્યારબાદ પોલીસે ઢસડીને તેને નીચે ઉતારી હતી આ ઘટના બાદ ઓવૈસીએ કહ્યું- હું આ ઘટનાની નિંદા કરું છું તે મહિલા અમારી સાથે જોડાયેલી નથી અમારા માટે ભારત ઝિંદાબાદ છે અને રહશે

Videos similaires