ચીનમાં ફસાયેલા વડોદરાના બે સ્ટુડન્ટ ઘરે પહોંચી જતા પરિવારજનોમાં ખુશીનો માહોલ

2020-02-19 1,114

વડોદરાઃકોરોના વાઈરસને પગલે ચીનથી ભારત પરત આવ્યા બાદ 18 દિવસથી હરિયાણાના માનેસર કેમ્પ અને દિલ્હીના છાવલા ખાતે આઇટીબીપી સેન્ટર ખાતે રાખવામાં આવેલા વડોદરા 2 સહિત ગુજરાતના 40 વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યાં છે જેથી તેમના પરિવારજનોમાં ખુશી વ્યાપી ગઇ છે જોકે વડોદરાના શ્રેયા અને વૃંદે જણાવ્યું હતું કે, ચીનના વુહાનમાં અમને સતત કોરોના વાયરલના ચેપનો ડર સતત લાગ્યા કરતો હતો ઉલ્લેખનિય છે કે, તમામ વિદ્યાર્થીઓના કોરોના વાઈરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે