રાજકોટ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે કોરોના વાઇરસને કારણે દેશમાં મોંઘવારી વધશે તેવું કહેતા ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર વિવાદસ્પદ પોસ્ટ મુકી છે જેમાં સીતારમણના અખબારના અહેવાલનું કટીંગ મુકી નીચે લખ્યું છે કે, એલાએયઆ ક્યાંક હવે એવું ન કહે તો સારૂ વીયગ્રાને કારણે ભારતમાં વસ્તી વધી, મોદી પછી ફેંકવામાં આને જરૂર ગોલ્ડ મેડલ મળે આ લખાણવાળી પોસ્ટમાં લલિત વસોયાનો ફોટો છે અને નીચે તેનું નામ પણ લખેલું છે આ વિવાસ્પદ પોસ્ટ રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે