અમેરિકન રાષ્ટ્રપતિ પત્ની સાથે આગરા પણ જશે, તાજમહેલની આજુ-બાજુની દુર્ગંધ દૂર કરવા યમુનામાં પાણી છોડાયું

2020-02-19 1,251

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બપોરે 11:55 વાગે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે તેઓ ભારતની બે દિવસની મુલાકાતે આવવાના છે તેઓ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેવાના છે અહીં તેઓ વડાપ્રધાન મોદી સાથે અંદાજે 1 લાખ લોકોને સંબોધન કરશે ત્યારપછી સાંજે ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા તાજમહેલ જોવા માટે આગરા રવાના થશે તેમની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે યમુના કિનારેથી દુર્ગંધ દૂર કરવા માટે ગંગનહરથી 500 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે