CAA અને NRC વિરુદ્ધ ધરણાં પર બેઠેલા લોકો સાથે વાતચીત કરવા માટે સુપ્રીમ કોર્ટના મધ્યસ્થી બુધવારે શાહીનબાગ પહોંચ્યા હતાં સુપ્રીમ કોર્ટે એડવોકેટ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને લોકો સાથે વાતચીત કરવા માટે કહ્યું હતું શાહીનબાગમાં સંજય હેગડેએ કહ્યું- અમે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અહીં પહોંચ્યા છીએ અમે સૌ લોકો સાથે વાતચીત કરીશું અને આશા છે કે વિવાદ ઉકેલાઇ જશે