સુરતઃશહેરના યુથ ફોર ગુજરાત પ્રેરિત જય ભગવા ગ્રુપ દ્વારા શિવાજી મહારાજની જન્મજયંતી પર સતત પાંચમાં વર્ષે બાઈક રેલીનું આયોજન કરાયું હતુ આ પ્રસંગે 500થી વધુ મહિલાઓ અને 2 હજાર યુવાનો રેલીમાં જોડાયા હતાં રેલીમાં CAA અને NRCને સમર્થન આપતા બેનર પણ દર્શાવવામાં આવ્યાં હતાં આજ રોજ છત્રપતિ શિવાજી મહારાજની 390મી જન્મજયંતી શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શહેરના જય ભગવા ગ્રુપ દ્વારા બાઈક રેલી અને સમારોહનું આયોજન કરાયું હતુ આ અંગે ગ્રુપના અમિત પાટીલે જણાવ્યું હતું કે, સતત પાંચમાં વર્ષે શિવાજી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આ માટે શોભાયાત્રાનું વિવિધ ગ્રુપ અને સંગઠનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ગ્રુપ દ્વારા શિવાજી જયંતી પર માત્ર બાઈક રેલી નહીં પણ છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન જન સુધી પહોંચાડવા માટે શિવ ચરિત્ર પર આધારિત કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાં