સુરતઃ વરાછા રોડ પર આવેલી ડેઝલ જ્વેલર્સના કારખાનામાં ગત 15મીના રોજ 141 કરોડના સોનાના પાઉડરની ચોરી થઈ હતી ચોરાના પગલે વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બાતમી આધારે પોલીસ દ્વારા બંગાળી ગેંગના 9ને ઝડપી પાડવામાં આવ્યા છે ટોળકી પાસેથી સોનાની લંગડી 2776 લાખ, રોકડ 174 લાખ, મોબાઇલ-14 રૂ 127 લાખ, મોપેડ-બાઇક સહિત 3152 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અત્રે ઉલ્લેખનિય છે કે, ચોરોએ એક સોનાની લગડી બનાવી વેચી પણ દીધી હતી જેથી આ સોનાની લગડી ખરીદનારની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે