પ્રાંતિજના ઝાલાની મુવાડી ગામે જાન કાઢવાના વિવાદ મામલે એક સાથે 35 સામે ફરિયાદ

2020-02-19 158

પ્રાંતિજ:જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે દલિતોના ઘરે આવેલી જાનમાં ડીજે વગાડવાના મુદ્દે હંગામો સર્જાયો હતો ત્યારબાદ એક સાથે 35 લોકો પર એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે જો કે, હાલમાં ગામમાં શાંતિ હોવાની સાથે-સાથે સ્થાનિક અધિકારીઓએ જાત તપાસમાં કોઈ વિરોધાભાસ બાબત સામે આવી નથી ઝાલાની મુવાડી ગામે પાંચ દિવસ અગાઉ ગામમાં આવેલી જાન અને જાનૈયાઓના પગલે ડીજેના મુદ્દે ગામમાં હંગામો સર્જાયો હતો જેના પગલે સ્થાનિક ગ્રામજનો તેમજ જાનૈયા વચ્ચે બોલાચાલી થઈ હતી

Videos similaires