પુલવામા જિલ્લામાં કાશ્મીર ઝોન પોલીસ અને સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા

2020-02-19 1,331

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે વહેલી સવારે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી તેમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે, ત્રાલના અવંતિપોરામાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી ત્યારપછી સેનાએ અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું સેનાએ જવાબી કાર્યવાહીમાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા આ પહેલાં 5 ફેબ્રુઆરીએ પણ 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા જોકે આ અથડામણમાં CRPFના એક જવાન શહીદ થયા હતા

Videos similaires