રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં સતત ત્રીજા દિવસે હડતાળ

2020-02-19 1,706

રાજકોટ: બેડી માર્કેટીંગ યાર્ડ નજીક વહેતી આજી નદીમાં જળજન્ય વનસ્પતિનું પ્રમાણ અતિશય વધી જવાના કારણે મચ્છરોના ઉછેર માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા અચાનક ક્યુલેક્સ પ્રજાતિના મચ્છરોનું પ્રમાણ વધી જવા પામ્યું છે સાંજ પડતા જ મધમાખીના ઝુંડની જેમ અસંખ્ય મચ્છરના ઝુંડો માર્કેટ યાર્ડમાં ત્રાટકે છે યાર્ડમાં મચ્છરો કેવી રીતે આવે છે તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે મચ્છરના અસહ્ય ત્રાસથી માર્કેટ યાર્ડમાં કામ કરતા મજૂરો, વેપારીઓ અને ખેડૂતો પરેશાન થતા સોમવારથી હિંસક પ્રદર્શન કરી હડતાળ પર ઉતરી ગયા છે આજે સતત ત્રીજા દિવસે હડતાળ યથાવત છે સોમવારે 30 પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે મચ્છરોની ઉત્પત્તિ અપ્રમાણસર વધી જતા તાકીદના ધોરણે આ બાબતને સ્થાનિક આપદા ગણી તેના નિવારણ માટે સઘન પ્રયાસ શરૂ કરાયા છે

Videos similaires