સુરતઃપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર વિજય ચૌમલ સામાન્ય સભાની શરૂઆત પહેલાં જ આવી ગયાં અને સભામાં બજેટની ચર્ચા માટે રિહર્સલ કરતાં જોવા મળ્યા હતા જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે ભાજપના કોર્પોરેટર વિજય ચૌમલ બીજા દિવસની સામાન્ય સભાની કાર્યવાહી શરૂ થાય તેનો ઘણો સમય પહેલા જ આવી ગયાં હતા સભા હોલ ખાલી હતો ત્યારે ભાજપના કોર્પોરેટર ચૌમલ પોતાની જગ્યા પર ઉભા રહી ગયા હતા પોતે બોલવાના હોય તેનું રિહર્સલ કરતાં જોવા મળ્યા હતા સભાખંડમાં ડાયસ ખાલી અને કોર્પોરેટરો પણ હાજર ન હોવાથી વિજય ચૌમલને રિહર્સલ કરતાં જોઈ હાજર લોકોમાં આશ્ચર્ય સાથે હાસ્ય ફેલાયું હતું રિહર્સલ બાદ વિજય ચૌમલે સુરતના પર્યાવરણ અંગે પોતાનું વકતવ્ય આપ્યું હતું જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે