જૂનાગઢ: શિવરાત્રીનાં મેળાનો આજે બીજો દિવસ છે ભારતભરમાંથી દિગંબર સાધુઓ ભવનાથ પહોંચ્યા છે પરંતુ સનાતન ધર્મનો એક ભાગ અને જેને શિવના ગણ પણ કહેવામાં આવે તેવા કિન્નર અખાડો પણ ભવનાથ પહોંચ્યો છે પ્રથમ વખત શિવરાત્રીના મેળામાં કિન્નર અખાડો જોડાયો છે ભારતભરમાંથી કિન્નર અખાડાના લોકો આવ્યા છે કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ નંદગીરીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનાં થર્ડ જેન્ડરનાં હુકમ બાદ 2015માં કિન્નર અખાડાની શરૂઆત કરાઇ છે 2016 અને 2019માં કુંભનો મેળો કર્યો હતો