વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકામાં 1200 હંગામી સફાઇ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે 500 જેટલા કર્મચારીઓ આખી રાત ધરણા બેઠા હતા અને આજે સવારથી હંગામી સફાઇ કર્મચારીઓ સફાઇની કામગીરીથી દૂર રહ્યા છેછેલ્લા 15 વર્ષથી કામ કરતા હંગામી સફાઇ કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે સફાઇ કામદાર સંઘર્ષ સમિતિએ આંદોલન છેડ્યું છે મોડી રાત્રે મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેમેયર, ચેરમેન સાથે સફાઇ કામદાર સમિતિના આગેવાનો મહેશ સોલંકી, ઠાકોર સોલંકી સહિતના નેતાઓએ એક બેઠક કરી હતી સતત બે કલાક સુધી ચાલેલી બેઠકમાં કોઇ નિવેડો આવ્યો ના હતો