સુરતમાં ડમ્પરની અડફેટે મોતનાં કેસમાં 16 દિવસના દીકરા સાથે મૃતકની પત્ની પોલીસ કમિશનરને મળી

2020-02-18 1,665

સુરતઃ ગત ગુરૂવારે બુડિયા ચોકડી પાસે ડમ્પર ચાલકે અડફેટમાં લેતાં બાઇક પર ઘરે પરત ફરી રહેલા બે દુકાનદાર મિત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં સચિન જીઆઇડીસી પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જોકે, પરિવાર પોલીસ કામગીરીથી અસંતુષ્ટ હોવાનું સામે આવ્યું છે 16 દિવસના દીકરાને લઈને મૃતકની પત્ની પરિવાર સહિતના લોકો સાથે પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી પોલીસ કમિશનરને અરજી કરી ડમ્પર ચાલક વિરુદ્ધ હીટ એન્ડ રનનો ગુનો નોંધવા રજૂઆત કરી હતી