સુરતમાં સમૂહ લગ્નમાં 1-8-2018નો પરિપત્ર રદ કરવા વિરોધ પ્રદર્શન

2020-02-18 460

સુરતઃ લોકરક્ષક દળની ભરતીમાં મહિલા ઉમેદવારોને થયેલા અન્યાયનો મુદ્દો છેલ્લા બે મહિનાથી ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સુરતમાં એક સમૂહ લગ્નમાં અનોખી રીતે સરકારના જીઆરનો વિરોધ કરવામાં આવ્યો હતો સુરતમાં સમૂહ લગ્નમાં LRD મુદ્દે આંદોલન કરી રહેલી મહિલાને સમર્થન આપવા લગ્નના મંડપ પર સરકારના જીઆરને રદ્દ કરવાની માંગણી કરવામાં આવી હતી ત્યાં જ આંદોલન કરી રહેલી બહેનોને તન, મન અને ધનથી મદદ કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી સાથે જ જો મહિલાની માંગણી નહીં સ્વીકારાય તો આગામી ચુંટણીમાં સરકારને નિર્ણય ભારે પડે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી

Videos similaires