નિર્ભયા કેસમાં વિરોધી નિવેદનો, આરોપીના વકીલે કહ્યું ‘3 માર્ચના ફાંસી નહીં થાય’

2020-02-18 49

નિર્ભયા કેસમાં પટીયાલા હાઉસ કોર્ટે સોમવારે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરંટ જારી કર્યું છે છેલ્લા 41 દિવસમાં આ ત્રીજુ ડેથ વોરન્ટ છે તેમા ચારેય દોષિયોને 3 માર્ચની સવારે 6 વાગે ફાંસી આપવા આદેશ કરવામાં આવ્યો છે જોકે ચારેય દોષિતો પૈકી એક પાસે હજુ પણ દયા અરજી અને ક્યુરેટીવ પિટીશનનો વિકલ્પ છે આ બન્ને વિકલ્પ નકારવામાં આવ્યા બાદ પણ દોષિત નવેસરથી રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી મોકલી શકે છે દોષિતો સામે એક કેસ દિલ્હી હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે, જેના પર ચુકાદો ન આવે ત્યાં સુધી ફાંસી થઈ શકતી નથી આ વાત છેલ્લા 7 વર્ષથી નિર્ભયાના દોષિતો માટે કેસ લડી રહેલા વકીલ એપી સિંહે કહી છે તેમણે ભાસ્કર સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું હતું કે લખીને રાખો કે 3,માર્ચના રોજ ફાંસી નહીં થાય

Videos similaires