રાજકોટમાં મચ્છરના ત્રાસથી યાર્ડમાં બીજા દિવસે હડતાળ યથાવત

2020-02-18 614

રાજકોટ: શહેરના મોરબી રોડ પર આવેલા બેડી માર્કેટીંગ યાર્ડની પાછળ નદી પસાર થઇ રહી છે આ નદીમાં ગાંડીવેલ અને દૂષિત પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે આથી માર્કેટ યાર્ડ અને આસપાસના વિસ્તારોમાં મચ્છર આવી ચડતા હોય કંટાળી ગઇકાલે સોમવારે ખેડૂતો, વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટાયરો સળગાવી રોડ ચક્કાજામ કર્યો હતો આથી પોલીસે ખેડૂતો અને વેપારીઓ પર લાઠીચાર્જ કરતા રોષે ભરાયેલા વેપારીઓએ હડતાળ પાડી દીધી હતી આજે બીજા દિવસે પણ હડતાળ યથાવત છે યાર્ડના ચેરમેન ડીકે સખીયાએ જણાવ્યું હતું કે, નદીમાંથી ગાંડીવેલ હટાવવા સુરતનીમશીનરીનો ઉપયોગ કરવામાં આવશે

Videos similaires