અમદાવાદ: આવતી 24મી ફ્રેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાવાનો છે સાથે જ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઓપનિંગ થવાનું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે ત્યારે સ્ટેડિયમમાં પ્રવેશવાના રસ્તા પરની દીવાલો પર સ્વચ્છ ભારત, મોટેરા તેમજ વિવિધ સ્લોગન લખીને વોલ પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે ઈન્દિરા બ્રિજથી રોડ શો પૂરો થઈ જશે સીધા ભાટ- કોટેશ્વર રોડથી સોસાયટીઓમાં રોડ પર થઈ સ્ટેડિયમ જશે