સુરતઃ તક્ષશિલા, રઘુવીર માર્કેટ અગ્નિકાંડ બાદ ફાયરની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે શહેરમાં વિવિધ હાઈરાઈઝ ઈમારતો, ટેક્સટાઈલ માર્કટ, ઔદ્યોગીક સંકુલો, પેટ્રોલપંપ, જરીના કારખાનામાં લાગતી ભીષણ આગને ઝડપથી કાબૂમાં લેવા માટે એક સરખું પાણી અને ફોમ માટે 465 કરોડની સાત વોટર કમ ફોમ ટેન્કરની ખરીદી કરવામાં આવી છે સુરત ફાયર વિભાગને ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે ફોમ ફાયટરની લાંબા સમયથી જરૂર હતી જેથી આગની ઘટનામાં વધુ સારી રીતે કામ કરવા માટે નવી 7 વોટર કમ ફોમ ફાયર ટેન્કરનો ઉમેરો કરવામાં આવ્યો છે એક વોટર કમ ફોમ ટેન્કરની કિંમત 6643 લાખ રૂપિયા છે આ ટેન્કરમાં 5000 લીટર પાણીની ક્ષમતા અને 500 લીટર ફોમની ક્ષમતા ધરાવે છે સાત વોટર કમ ફોમ ટેન્કરના ઉમેરાથી ફાયર વિભાગ વધુ સુવિધા સાથે સજ્જ થયું છે