RSSના મુખ્ય કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ વ્હીલચેર પર આવ્યા

2020-02-16 2,162

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવતે શનિવારે મણિનગરમાં આવેલા RSSના મુખ્ય કાર્યાલય ડૉ હેડગેવાર ભવનનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને RSSના કાર્યકરો વ્હીલચેર સાથે ઊંચકીને નવનિર્મિત કાર્યાલયની અંદર લઈ ગયા હતા 90 વર્ષ સુધી ખૂબ સારી તંદુરસ્તી ધરાવતા કેશુભાઈની તબિયત છેલ્લા બે વર્ષથી નાદુરસ્ત રહેવા લાગી છે હાલ 92 વર્ષના કેશુભાઈ ભાગ્યે જ જાહેર કાર્યક્રમોમાં જોવા મળે છે ઉલ્લેખનીય છે કે, હાલ કેશુભાઈ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે

Videos similaires