રાજકોટ: રાજકોટની ભાગોળે બીજા રિંગ રોડ પર ફ્લેટમાં રહેતી ત્યક્તા જીજ્ઞાશાના ઘરે જાઇવાના 65 વર્ષના વૃદ્ધ ધનજીભાઇએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો ત્યક્તાએ બે વર્ષ પૂર્વે વૃદ્ધ સાથે મૈત્રી કરાર કરી પોતાની જાળમાં ફસાવ્યા હતા અને ત્યક્તાના બે મળતિયાઓએ ફોટા અને વીડિયો જાહેર કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરી રૂ28 લાખ પડાવ્યા હતા વધુ પૈસાની માંગ કરી ધમકાવતા હોય કંટાળેલા વૃદ્ધે આપઘાત કરી લીધો હતો