બગદાદમાં અમેરિકન દૂતાવાસ પાસે રોકેટ છોડાયા, ચાર મહિનામાં USને નિશાન બનાવીને 19મી વખત હુમલો કરાયો

2020-02-16 1,768

ઈરાકની રાજધાની બગદાદમાં રવિવારે સવારે અમેરિકન દૂતાવાસની પાસે રોકેટ્સથી હુમલો કરવામાં આવ્યો હતો અમેરિકન સૈન્ય સૂત્રોના ઝણાવ્યા પ્રમાણે, દૂતાવાસ પરિસરમાં સુરક્ષા એલાર્મ વાગવા લાગ્યું હતું જો કે, એ સ્પષ્ટતા થઈ શકી નથી કે કેટલા રોકેટ છોડવામાં આવ્યા હતા હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી ઈરાકના કટ્ટરપંથી જૂથ હશદ અલ શાબીના ઈરાન સમર્થિત જૂથ હરકત અલ-નુજાબાએ શનિવારે કહ્યું હતું કે અમેરિકન સૈનિકોએ તેમના દેશમાંથી બહાર કરવા માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે જેના થોડા કલાકો બાદ જ અમેરિકન દૂતાવાસ પર હુમલો કરાયો હતો
ન્યૂઝ એજન્સી AFPના પ્રત્રકારોના જણાવ્યા પ્રમાણે, તેમણે ઘણા ધડાકા સાંભળ્યા હતા હુમલાના સમયે ગ્રીન ઝોન પાસે એરક્રાફ્ટ ચક્કર લગાવી રહ્યા હતા ગ્રીન ઝોન બગદાદનો હાઈ સિક્યોરિટીવાળો વિસ્તાર છે, જ્યાં ઘણા દેશોના દૂતાવાસ આવેલા છે

Videos similaires