સુરતમાં પત્નીની હત્યા કરનારો આરોપી પતિ 8 વર્ષે ઝડપાયો

2020-02-15 489

સુરતઃ2012માં કતારગામ ઉત્કલનગર ઝુડપટ્ટીમાં ગળુ દબાવી પત્નીની હત્યા કરનારા પતિની ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સાથી ધરપકડ કરી છે આરોપીએ આઠ માસની બાળકી સામે ગળુ દબાવી હત્યા કરી ઓરિસ્સા ભાગી જઈને બીજા લગ્ન કરી લીધા હતા હેડ કોન્સ્ટેબલ શબ્બીર અકબરને બાતમી મળી હતી કે આઠ વર્ષ અગાઉ પત્નીની હત્યા કરનાર આરોપી હાલ ઓડિશાના બાભનપુર ખાતે રહે છે જેથી ક્રાઈમબ્રાન્ચ ઓડિશા જઈ હત્યારા પતિની ધરપકડ કરી હતી આરોપી કાલુચરણ હાડુબંધુ ગૌડ (ઉવ 31)ની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આઠેક વર્ષ પહેલા આરિસ્સાના મખનપુરમાં રહેતી યુવતિની ભગાડી તેણે પ્રેમલગ્ન કરીને સુરત આવ્યો હતો

Videos similaires