મોદી-ટ્રમ્પ 22 કિ.મી. લાંબો રોડ શો કરશે, 50 હજાર લોકો સ્વાગત કરશે

2020-02-14 1,775

અમદાવાદઃઅમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ટ્રમ્પ અને મોદી 22 કિલો મીટર લાંબો રોડ શો યોજશે આ રોડ શો દરમિયાન તેમનું સ્વાગત કરવા માટે અલગ અલગ ધર્મના લોકો, અનુયાયીઓ અને પરપ્રાંતીય લોકો સહિત 50 હજાર લોકો હાજર રહેશે

મેયરે ધાર્મિક ગુરૂઓ અને સંસ્થાઓ સાથે બેઠક યોજી
આ રોડ શોની તમામ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવી છે, અલગ અલગ ધર્મના અનુયાયીઓ, તેના ધાર્મિક ગુરૂઓ, ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિતની સંસ્થાઓના વડા અને સેક્રેટરીઝ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર બિજલ પટેલે બેઠક યોજી હતી આ બેઠકમાં દરેક ધર્મના લોકો પંરપરાગત વેશભૂષા સાથે હાજર રહી ટ્રમ્પનું સ્વાગત કરવાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી આ રોડ શોમાં 300થી વધુ સંસ્થાઓ જોડાશે તેની સાથે સાથે દેશના અલગ અલગ પ્રાંતના લોકો મળી કુલ 50 હજારથી વધુ લોકો 22 કિલો મીટરના રોડ શો દરમિયાન ટ્રમ્પ-મોદીનું સ્વાગત કરશે આ અંગે મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે, આ રોડ શો સૌથી લાંબો અને અભૂતપૂર્વ હશે જ્યારે સ્ટેજ પર અલગ અલગ ગરબા અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે રોડ શોનો સંભિવત રૂટ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમથી એરપોર્ટ-હાંસોલ અને ઇન્દિરા બ્રિજ થઈને મોટેરા સ્ટેડિયમ આવશે

Videos similaires