ભાવનગર:ભાવનગર શહેરના ચિત્રા GIDC સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતી દિયા મુકેશભાઈ વાઢેર નિત્યક્રમ મુજબ સ્કૂલેથી છુટી સ્કૂલ બસમાં ઘરે આવી હતી તે વેળા ઘર પાસે સ્કૂલ બસમાંથી બાળા ઉતરે તે પૂર્વે બસ ડ્રાઈવરે બેદરકારીપૂવૅક પોતાનું વાહન ચલાવી દેતા બાળા ફસડાઈ પડી હતી અને તેનું માથું વ્હીલ નીચે કચડાઈ જતાં માસુમ બાળાનું ઘટના સ્થળે કમાટીભર્યું મોત નિપજ્યું હતું આ અકસ્માત સર્જીને બસ સાથે ચાલક નાસી છુટ્યો હતો અકસ્માતની ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી