કાગદડી ગામે વાડીની ઓરડીમાં દીપડીના ત્રણ બચ્ચા આવી ચડ્યા, વન વિભાગે કબ્જો લીધો

2020-02-14 688

અમરેલી: બગસરાના કાગદડી ગામે રમેશભાઇ કાનાણીની વાડીની ઓરડીમાં દીપડીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો ખેડૂત આજે સવારે ઓરડીમાં જોતા ત્રણ બચ્ચા જોવા મળ્યા હતા અને દીપડી હાજર નહોતી આથી તેઓએ વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને બચ્ચાનો કબ્જો મેળવ્યો હતો

થોડા સમય પહેલા દીપડીને પાંજરે પૂરી હતી

આ જ ગામમાંથી થોડા દિવસ પહેલા આકે દીપડી પાંજરે પૂરાઇ હતી આથી આ દીપડીના બચ્ચા હોવાનું અનુમાન છે વન વિભાગ દીપડીના બચ્ચાની શોધખોળ કરી રહ્યું હતું પકડાયેલી દીપડીને રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવી છે આથી બચ્ચાને પણ અહીં તેની માતા સાથે રાખવામાં આવ્યા છે

Videos similaires