ગેસની બોટલ લીકેજ થતાં લોકો જોવા ભેગા થયા, પ્રચંડ ધડાકો થતાં જ કરૂણાંતિકા સર્જાઈ

2020-02-14 145

રાજસ્થાનના સીકરમાં આવેલા શેખપુરા મહોલ્લામાં ગેસનો બાટલો ફાટતાં જ કરૂણાંતિકા સર્જાઈ હતી ગુરૂવારે સર્જાયેલી આ હોનારતમાં આગના કારણે 13 લોકો દાઝ્યાહતા કુરેશી કવાટરમાં ગેસના સિલિંડરમાં લીકેજની જાણ થતાં જ ત્યાં ટોળું એકઠું થવા લાગ્યું હતું હાજર લોકો લીકેજને બંધ કરે તે પહેલાં જ જોરદાર ધમાકા સાથે બ્લાસ્ટ થતાંજ લોકો પણ આગમાં હોમાયા હતા દાઝેલા લોકોમાંથી નવની હાલત ગંભીર હોવાથી તેમને જયપુર દાખલ કરાયા છે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પણ આખા મામલાનીતપાસ હાથ ધરી છે આ સિલિંડર બ્લાસ્ટના સીસીટીવી પણ સામે આવ્યા હતા જે જોઈને લોકો પણ હચમચી ગયા હતા બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસના મકાનોમાંપણ નુકસાન થયું હતું

Videos similaires