સુરતઃ આજે 14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડેના દિવસે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માતા-પિતાનું પૂજન કરીને પ્રેમનો દિવસ મનાવી રહ્યા છે દેશભરમાં 14મી ફ્રેબ્રુઆરીએ લોકો 'વેલેન્ટાઇન ડે'ની ઉજવણી કરતા હોય છે તેવામાં ભારતમાં પણ લોકો મોટી સંખ્યામાં 'વેલેન્ટાઇન ડે'ની ઉજવણી કરતા હોય છે આમ, ભારતીય સંસ્કૃતિ ભૂલાય રહ્યા હોવાનું જણાય આવતા જિલ્લા શિક્ષણાધિકારી એચ એચ રાજ્યગુરૂએ શહેરની તમામ શાળાને 14મી ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસ મનાવવાનો આદેશ કર્યો હતો જેથી શાળાઓમાં આજે માતા-પિતા પૂજનનો કાર્યક્રમ રાખી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી