ભુજ: કચ્છની રાજધાનીમાં શિક્ષણ જગતને કલંક લગાવતો મામલો સામે આવ્યો છે સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી છે વિદ્યાર્થિનીઓની તપાસ કરાતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર મામલે સંચાલકોએ વિદ્યાર્થિનીઓ પર દબાણ લાવીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો વિદ્યાર્થિનીઓ આરોપ લગાવી રહી છે