જાપાનના યોકોહામા પોર્ટ પર ફસાયેલા ડાયમંડ પ્રિસંજે ક્રૂઝ પર કોરોના વાઈરસના કુલ કેસ 175 થઈ ગયા છે જહાજ પર આવેલા ભારતીય સુરક્ષા અધિકારીઓએ બુધવારે ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે ચીનમાં કોરોના વાઈરસના કારણે એક દિવસમાં મૃતકોની સંખ્યા 242 થઈ ગઈ છે અને અત્યાર સુધી કુલ મોતનો આંક 1365 થયો છે જ્યારે 59 હજારથી વધારે લોકોને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું છે
જાપાનમાં ક્રૂઝ 3 ફેબ્રુઆરીથી ક્વારૈંટાઈન છે ભારતીય સુરક્ષા અધિકારી 24 વર્ષની સોનાલી ઠાકુર મુળ મુંબઈની છે એક ન્યૂઝ ચેનલ દ્વારા વીડિયો જાહેર કરીને તેણે ભારત સરકારને મદદ કરવાની અપીલ કરી છે સોનાલીએ કહ્યું છે કે, ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે અમને ડર છે કે, અમે પણ તેના ઝપાટામાં ન આવી જઈએ અમે ઘરે પરત આવવા માંગીએ છીએ