ચોટીલાની કમલ એકતા વિદ્યાલયના સંચાલકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યું

2020-02-13 628

સુરેન્દ્રનગરઃ ચોટીલાના કમલ વિદ્યામંદિરમાં અભ્યાસ કરતી ધો 10ની વિદ્યાર્થિનીને ‘તું મારી દીકરી છે’ તેવું કહી સંચાલકે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું આ વાતનો ભાંડો ફૂટતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ ઉશ્કેરાયેલા વાલીઓએ સંસ્થામાં જોઈ તોડફોડ કરતા સંસ્થાને તાળાં મારવાનો વારો આવ્યો હતો આ ઘટના બાદ પોલીસે સંચાલકની ધરપકડ કરી તેમની સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ચોટીલા-થાન રોડ ઉપર આવેલા કમલ વિદ્યામંદિર સંકુલમાં ધો 1થી 12 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેનું સંચાલન બટુક કનુભાઈ ભટ્ટી કરતો હતો બટુકે ધો 10ની વિદ્યાર્થિનીને ‘તું તો મારી દીકરી જેવી છે’ તેવું કહી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું આ ભાંડો ફૂટતા રોષે ભરાયેલા વાલીઓ સંસ્થા પર દોડી ગયા હતા અને તોડફોડ કરી હતી વાલીઓનો રોષ જોઈ ફફડી ઊઠેલા સંચાલકો સંસ્થાને તાળાં મારીને ભાગી ગયા હતા હોસ્ટેલમાં રહેતી અન્ય વિદ્યાર્થિનીઓને માતાપિતા ઘરે લઈ ગયાં હતાં બુધવારે પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે હાઈ-વે ઉપર તથા સંચાલકના ઘરે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે હાલ વિદ્યાર્થિનીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે

Videos similaires