બિન અનામત વર્ગનું આંદોલન,પરિપત્ર રદ ન કરવાની માંગ, મુખ્ય સચિવને રજૂઆત કરવા પહોંચ્યા

2020-02-12 4,380

અમદાવાદ:LRDની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના જીએડીએ બહાર પાડેલા તા1-8-2018ના ઠરાવને રદ કરવાની માંગણી સાથે છેલ્લા 65 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે, જેની સામે સરકારે મંગળવારે નમતું જોખી જીએડીના ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી આ જાહેરાત બાદ બિન અનામત ઉમેદવારોએ પરિપત્ર રદ ન કરવા તેમજ કોઈપણ સુધારો ન કરવાની માંગ સાથે આંદોલન પર ઉતરી છે હાલ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરી રહી છે જો કે થોડીવાર બાદ બિન અનામત વર્ગના આગેવાનો અને મહિલા ઉમેદવારોએ રાજભવન તરફ કૂચ કરી હતી જ્યાં તેઓ મંત્રીઓ સાથે મુલાકાત કરશે આ દરમિયાન દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો મુખ્ય સચિવને રજૂઆત કરવા પહોંચ્યા હતા

Free Traffic Exchange

Videos similaires