વડોદરા:વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેને આજે વેપારીઓના વિરોધ વંટોળ વચ્ચે સ્થળ ઉપર ઉભા રહી રેલિંગ લગાવી હતી મંગળબજારમાંથી પથારા અને લારીઓવાળાઓનું સામ્રાજ્ય દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા રેલિંગ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે જેનો વેપારીઓએ આજે બીજા દિવસે પણ જડબેસલાખ બંધ પાડી વિરોધ કર્યો હતો