રાજકોટ: રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લામાં હત્યાની કોશિશ, લૂંટ, ચોરીઓના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ત્રણેય આરોપીઓએ 17 ગુના કબૂલ્યા હતા ત્રણ શખ્સોમાં અજીત ભીખાભાઇ જાખણીયા, ગોપાલ જેશાભાઇ સાડમીયા અને ભીખાભાઇ નાનજીભાઇ જાખણીયાનો સમાવેશ થાય છે