11 વર્ષની રિયાએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 1 મિનિટમાં 21 વાર કર્યા અનોખા આસન

2020-02-12 67

ઉત્તરાખંડમાં આવેલા હલ્દ્વાણીની વૈંડી સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતી રિયા પલડિયાએ ગયા મહિને જ અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો છઠ્ઠા ધોરણમાંઅભ્યાસ કરતી રિયાએ 1 મિનિટમાં કર્યા 21 વાર નિરાલાંબા પૂર્ણ ચક્રાસન કરીને સિદ્ધિ પોતાના નામે કરી હતી એ સાથે જ તેને ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુંહતુંઆ પહેલાં આ રેકોર્ડ કર્ણાટકની ખુશીના નામે હતો જેણે એક મિનિટમાં 14 વાર આ આસન કર્યું હતું જેને હવે રિયાએ પોતાના નામે કર્યો છે રાજ્યના અનેક સન્માનીયવ્યક્તિઓની હાજરીમાં તેણે નિરાલાંબા પૂર્ણ ચક્રાસન કર્યું હતું ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી એશિયા ચીફ આલોક સાહે તેમાં હાજરી આપી હતી તેમના હસ્તે રિયાનેગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું રિયા પલડિયાના આ પ્રદર્શનનો વીડિયો પણ એક મહિના બાદ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે

Videos similaires