વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નવાયાર્ડ રોડ ઉપર રસ્તા રેષામાં આવતા કાચા-પાકા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સંવેદનશિલ વિસ્તાર હોવાથી 136 પોલીસ જવાનોના ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખા દ્વારા આજે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે વડોદરા શહેરના મુખ્ય માર્ગો પહોળા કરવા માટે પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે છેલ્લા કેટલાંક સમયથી નવાયાર્ડ રોડ ઉપરના દબાણો દૂર કરવા માટે ચાલી રહેલી પ્રક્રિયાના અંતે આજે સવારથી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનની આસપાસમાં રોડ ઉપરના દબાણકારોને નોટિસો આપવામાં આવી હતી જે નોટિસોની મુદત પૂરી થયા બાદ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી