રાજકોટ: રંગીલું રાજકોટ ખાણી-પીણી સહિત પાન-માવા માટે હંમેશા અગ્રેસર રહ્યું છે રાજકોટનો માવો હોય કે સળગતું પાન દેશ-વિદેશથી આવતા મહેમાનોને હંમેશા દાઢે વળગ્યું છે જાણીને જરૂર આંખો પહોળી થઇ જાય કે રાજકોટમાં 15થી લઇ 18000 રૂપિયાનું પાન મળે છે શહેરના સર્વેશ્વર ચોકમાં આવેલી MRPaanwala દુકાનના માલિક નરેન્દ્રભાઇ માલવીયાએ DivyaBhaskarને જણાવ્યું કે, 18000માં આખી પાનની વેડીંગ કીટ આવે છે જેમાં સોનાના વરખવાળા બે પાન પણ હોય છે જો કે, ફિયાડેલફિયાની એક કંપનીએ MRPaanwala Rajkotના નામને લઇ ફેસબુક પર પોસ્ટ કરી વાંધો ઉઠાવ્યો છે આ મુદ્દે પણ નરેન્દ્રભાઇ સ્પષ્ટતા કરી હતી કે, અહીં જે નામ છે તે MRPaanwala Rajkot છે જે કોઇની કોપી નથી છતાં કોઇને કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો ભલે કરે કંઇ કોપી કે ખોટુ કર્યું નથી