વડોદરામાં બાળકોને વિતરણ કરાયેલી કિટમાં વિધાનસભા સ્પીકરના ફોટોથી વિવાદ

2020-02-11 133

વડોદરાઃ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેરના પ્રતાપનગર સ્થિત રામદેવપીર ભગવાનના મંદિર પાસે બાળકોને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જોકે કિટ ઉપર દીનદયાળ ઉપાધ્યાયના બદલે ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીના ફોટો લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીના ફોટોવાળી કિટ ઉપર સ્ટોપ યુઝિંગ પ્લાસ્ટિક પ્રોડક્ટ અને પીએમ મોદી દ્વારા પ્લાસ્ટિક ન વાપરવાની વિનંતી કરતુ લખાણ પણ લખવામાં આવ્યું હતું જોકે રસ્તી પ્રસિદ્ધી માટે રાજેન્દ્ર ત્રિવેદીના ફોટોવાળી કિટ વિતરણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે અને તેના ફોટો અને વીડિયો પણ શોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે