અમદાવાદ: મજબૂત ઈરાદાઓ ધરાવનારને કોઈ સીમાડા રોકી શકતા નથી ઘણી વખત કેટલાક લોકો પોતાના શારીરિક બાંધાને કારણે ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને પોતાનું અમૂલ્ય જીવન નિરર્થક કરી દે છે પરંતુ અમદાવાદના 22 વર્ષના યુવાન જયદીપની આ અનોખી કહાની છે જયદીપના દાવા મુજબ તે શહેરનો સૌથી ઓછી 2 ફૂટ 10 ઈંચ ઊંચાઇ ધરાવતો યુવાન છે તે શહેરની સહજાનંદ કોલેજમાં બીકોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે તે જ્યારે કોલેજે જતો હોય ત્યારે પહેલી વખત તેને જોનારા લોકો એમ જ વિચાર છે કે, આ કોઈ પ્રાઈમરી સ્કૂલનો છોકરો કોલેજમાં આવી ગયો છે જયદીપની હાઇટ ભલે ઓછી હોય પરંતુ તેના ઈરાદાઓ આસમાનની ઊંચાઈઓ સર કરવાના છે જયદીપે DivyaBhaskarને જણાવ્યું કે ભલે હું અન્ય લોકોની જેમ ઊંચાઈ ધરાવતો નથી, પરંતુ હું સરકારી અધિકારી બનીને લોકસેવાનું કામ કરવા પ્રયત્ન કરીશ હું બે વર્ષ પહેલા રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ ભવરમાં પણ કામ કર્યું છેમને એક્ટિંગ અને ડાન્સનો ખૂબ શોખ છે હું મારા જેવા અન્ય દિવ્યાંગો માટે પણ કઈંક કરવા માંગુ છું