ભરૂચઃશહેરની એક હોસ્પિટલમાં દર્દીનો જીવ બચાવવા માટે 3 ઈડિયટ્સ દ્રશ્યો જોવા મળ્યા હતા તાત્કાલિક સારવાર મળે તે માટે એક વ્યક્તિ 3 ઈડિયટ્સના આમિર ખાનની જેમ દર્દીને બચાવવા માટે એક્ટિવા લઈને સીધો ટ્રોમા સેન્ટરમાં ઘુસ્યો હતો ત્યાર બાદ દર્દીની તાત્કાલિક સારવાર કરવામાં આવતા એક્ટિવાને બહાર લઈ નીકળ્યો હતો ઉલ્લેખનીય છે કે, આમિર ખાન, કરિના કપૂર, શર્મન જોશી અને આરમાધવન સ્ટારર 3 ઈડિયટ્સમાં આમિર ખાન એટલે કે રેન્ચો તેના ખાસ મિત્ર રાજુ રસ્તોગી(શર્મન જોશી)ના પિતાની તબિયત લથડતાં તેને મોપેડ પર તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતાં માત્ર એટલું જ નહીં, રેન્ચો મોપેડ સાથે સીધો જ દર્દીના વોર્ડમાં દાખલ ઘુસી ગયો હતો