ઊંચા શિખરો સર કરવા માટે કોઈ ઉંમરની સીમા નથી હોતી મજબૂત ઈચ્છા શક્તિ અને અથાક પ્રયત્નોથી પણ તેને સિદ્ધ કરી શકાય છે આ વાતને મુંબઈની 12 વર્ષીય કામ્યા કાર્તિકેયને પુરવાર કરી છે કામ્યા દક્ષિણ અમેરિકાના પવર્ત માઉન્ટ અકોન્કાગુઆના સૌથી ઊંચાઈ પર આવેલા શિખર પર પહોંચનાર સૌથી યુવા પર્વતારોહી બની છે 1 ફેબ્રુઆરીએ કાવ્યાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી કામ્યા ઊંચાઈએ 1600 કલાકની સફર કર્યા બાદ 6,9608 મીટર ઊંચા શિખરે પહોંચીને તિરંગો લહેરાવ્યો હતો