સુરતઃ પાંડેસરામાં રહેતા વિદ્યાર્થીની પ્રેમસંબંધમાં કિશોરીના ભાઈએ ઉધનામાં હત્યા કરી નાખી હતી આ હત્યા પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે રવિવારે મોડી રાતે કિશોરીના ભાઈને દબોચી લીધો હતો ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને ઉધના પોલીસને સોંપવામાં આવ્યો હતો પાંડેસરાના નાગસેન નગરમાં રહેતા અને ધો12માં અભ્યાસ કરતો રોહિત બાવીસ્કર વિષ્ણુનગર-1 પાસે ટ્યુશનમાં જતો હતો શુક્રવારે તે ટ્યુશનથી છુટ્યો ત્યારે મુકેશ પીંપળે તેને માથામાં અને પેટના ભાગે ચપ્પુના ઘા મારી ભાગી ગયો હતો રોહિતને સિવિલમાં લઈ જતાં મોડીરાત્રે તેનું મોત થયું હતું સીસીટીવી કેમેરામાં કિશોરીનો ભાઈ વિદ્યાર્થી પર હુમલો કરતો હોવાનું સામે આવ્યું હતું