નકલી નોટોથી ભારતીય અર્થતંત્રને ડામાડોળ કરવાના પાકિસ્તાનના કાવતરાનો કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાએ આપેલી માહિતી પરથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે પાકિસ્તાનથી વાયા દુબઈ લાવવામાં આવેલી બબ્બે હજાર રૂપિયાની લાખ્ખોની આબેહૂબ નોટો સાથે એક જણની ધરપકડ કરવામાં આવી છે આરોપીને જાવેદ ગુલામનબી શેખ (36) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે, જે થાણે જિલ્લાના કલવાનો રહેવાસી છે
કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા પાસેથી મળેલી માહિતીને આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની બે વિશેષ ટીમે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ટર્મિનલ-2 આસપાસ રવિવારે સવારે છટકું ગોઠવી રાખ્યું હતું