વડોદરાના અલકાપુરીમાં નિર્માણાધીન ઈમારત પરથી નીચે પટકાતા શ્રમજીવી મહિલાનું રહસ્યમય મોત

2020-02-09 542

વડોદરાઃશહેરના અલકાપુરી વિસ્તારમાં નિર્માણાધીન ઈમારતની સાઈટ પર શ્રમજીવી મહિલાનું રહસ્યમય મોત નિપજ્યું હતું બિલ્ડર દ્વારા મામલો રફદફે કરવામાં આવે તે પહેલાં પોલીસ સ્થળ પર પહોંચી જય કાર્યવાહી હાથ ધરી હતી

પટકાવાના અવાજથી અન્ય કામદારો ઘટના સ્થળે દોડી આવ્યા

મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં મેરીઓન નામે એક વૈભવી હોટેલનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે આજે, સવારે કન્સ્ટ્રક્શનની ચાલતી કામગીરી દરમિયાન એક શ્રમજીવી મહિલા નીચે પટકાતા મોત નિપજ્યું હતું પટકાવાના અવાજથી અન્ય કામદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોંત નિપજ્યું હતું બનાવની જાણ થતાં જ સુપરવાઇઝર અને બિલ્ડર સ્થળ પર દોડી આવી સમગ્ર મામલાને આવરી લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે, આ ઘટના અંગેની જાણ પોલીસને થતાં જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને 108 મારફતે મહિલાના મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ આરંભી છે

સમગ્ર ઘટના અંગે પડદો પાડવાનો પ્રયાસ

મહિલાનું ઉપરથી પડવાના કારણે કે નીચે કામ કરતા સમયે મોત નિપજ્યું તે રહસ્ય છે પરંતુ, ઘટના બાદ તમામ કામદારોને સ્થળ પરથી રવાના કરી બિલ્ડર દ્વારા આ સમગ્ર ઘટના અંગે પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ રહસ્યમય બનાવ અંગે સયાજીગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

Free Traffic Exchange

Videos similaires