તમે આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કર્યું છેઃ CM રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

2020-02-09 940

સુરત: વરાછાના મીની બજાર સરદાર સમૂર્તિ ભવન નજીકથી સીએએના સમર્થનમાં શહેર ભાજપના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે જેમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હિનાબેન ચૌધરીના આજે લગ્ન હોવાથી વિધિ ચાલે છે દરમિયાન તેણી સીએએને સપોર્ટ કરવા રેલીમાં જોડાયા હતા મુખ્યમંત્રીએ રેલીના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કાશ્મીરમાં આજ દિવસ સુધી તમે લોકોએ આતંકવાદીઓને બિરયાની ખવડાવી તમે આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કર્યું છે અને આ દેશને નબળો કર્યો છે

Videos similaires