રાજકોટ યાર્ડમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો શાકભાજી ગાયોને ખવડાવી દે છે, વેચાણ બંધ કર્યું

2020-02-09 650

રાજકોટઃ શિયાળાની ઋતુમાં શાકભાજીની બમણી આવક થવાથી રાજકોટ યાર્ડમાં ફ્લાવર, કોબિજ અને ટમેટા 1થી 2 રૂપિયા કિલોના ભાવે મળે છે જ્યારે આ જ શાકભાજી જ્યુબિલી, ગુંદાવાડી, કાલાવાડ રોડ, યુર્નિવર્સિટી રોડ, મવડી, પુષ્કરધામ સહિત રાજકોટ શહેરની વિવિધ શાકમાર્કેટમાં પહોંચે તો ભાવ સીધા 10 ગણા થઇ જાય છે યાર્ડમાં 1થી 2 રૂપિયાના કિલો લેખે વેચાતા શાકભાજીના સામાન્ય ગ્રાહકને છૂટકમાં 10થી 20 રૂપિયા ચૂકવવા પડે છે ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળતા ખેતરમાંથી શાકભાજી ઉપાડવાનું જ બંધ કરી દીધું છે તો કેટલાક ખેડૂતો કોબિજ, ફ્લાવર અને ટમેટા સહિતનું શાકભાજી ગામમાં અથવા તો ચોરા પર ગાયોને ખવડાવે છે અથવા તો યાર્ડમાં લાવવાને બદલે ગૌશાળામાં મોકલી દે છે

Videos similaires